ક્લીન મામા એ બધા પાક માટે વધુ અદ્યતન સૂક્ષ્મ પોષકતત્ત્વો છે. ક્લીન મામા એ સૂક્ષ્મ પોષક ખાતરની ઉચ્ચતમ ગુણવત્તા છે. તેમાં ઝીંક, કોપર, બોરોન, મેંગેનીઝ, આયર્ન, સલ્ફાર અને મોલિબ્ડેનમ મુખ્ય પોષક તત્વો (NPK) સાથે સમૃદ્ધ પ્રમાણમાં હોય છે. આ તત્વો બાગાયતી પાક તેમજ અનાજ, તેલીબિયાં, દાળ, મસાલા અને વૃક્ષારોપણ પાકો ને પોષણ આપે છે.
ક્લીન મામા માં હાજર તત્વોની અસર:
ઝીંક (Zn): પાકની વૃદ્ધિ, કોષોનું વિભાજન અને અનાજની છાલની બનાવટ માટે આવશ્યક છે. આ તત્વ છોડની વૃદ્ધિ, બીજના ઉત્પાદન અને ફળોને પાકવામાં જરૂરી ઘટકો એકત્રિત કરે છે. ઝીંક છોડની વૃદ્ધિ માટે અત્યંત જરૂરી છે.
કોપર (Cu): ઉત્સેચકની ઉત્પત્તિ અને છોડમાં પ્રકાશ સંશ્લેષણ માટે મુખ્ય છે. કોપર છોડમાં લિગ્નિન (કોષભીતો) ઉત્પન્ન કરે છે. એ ઉત્સેચકને સક્રિય કરે છે અને પુનઃઉત્પાદન પ્રક્રિયાઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કોપર શાકભાજી અને ફળોમાં શર્કરાનું પ્રમાણ વધારે છે અને રંગ તથા સ્વાદમાં સુધારો કરે છે. તે હરિતદ્રવ્યના ઉત્પાદનમાં મદદ કરે છે.
બોરોન (B): તે ડાંડીની વૃદ્ધિનું નિયંત્રણ કરે છે. નાઇટ્રોજન અને કાર્બોહાઇડ્રેટ ફળોની વૃદ્ધિમાં મદદ કરે છે. તે છોડની અવયવોમાં કાર્બોહાઇડ્રેટના પરિવહનને નિયંત્રિત કરે છે અને પ્રોટીનના ઉત્પન્નમાં મદદ કરે છે. તે ફૂલોની સંખ્યામાં વધારો કરે છે અને એકસરખું પકાવવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે, જેનાથી સારી ઉપજ મળે છે. ફળોની ગુણવત્તા શ્રેષ્ઠ હોવાને કારણે તે ફાળ ને તંદુરસ્ત અને પરિવહનક્ષમતા સુધારે છે. તે છોડની અંદર પાણીનું વ્યવસ્થિત નિયંત્રણ પણ કરે છે.
મેંગેનીઝ (Mn): તે છોડમાં ઉત્સેચકને સક્રિય કરે છે અને નાઇટ્રોજનનું નિયંત્રણ કરે છે. મેંગેનીઝ પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયા માં સૂર્યપ્રકાશને પાક માટે ઉર્જામાં ફેરવવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આયર્ન (Fe): તે છોડમાં બાયોલોજિકલ પ્રક્રિયા અને કોષોની વૃદ્ધિમાં મદદ કરે છે. તે ઉત્સેચકને સક્રિય કરે છે, જે છોડની શ્વસન પ્રક્રિયામાં મદદ કરે છે. આયર્ન પ્રોટીનના ઉત્પાદન માટે ઉપયોગી છે.
મેગ્નેશિયમ (Mg): તે છોડમાં હરિતદ્રવ્ય કર્ણ નું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. તે નાઇટ્રોજન સાથે પ્રોટીનના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે મહત્વપૂર્ણ ઉત્સેચક પૂરા પાડે છે, જે અંતિમ ઉપજના રંગ, કદ, પરિપક્વતા અને પાકવાની પ્રક્રિયાને નિર્ધારિત કરે છે.
મોલિબ્ડેનમ (Mo): તે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આયર્ન ના ઉત્પાદનનું નિયંત્રણ કરે છે. તે પ્રોટીનના બાંધકામ તત્વો એમિનો એસિડના પ્રમાણને નિયંત્રિત કરે છે. તે છોડના પાંદડા વધારવા અને રોગપ્રતિકાર માટે ખૂબ જ ઉપયોગી છે.
સલ્ફાર (S): તે પ્રોટીન, ઉત્સેચક અને હરિતદ્રવ્ય કર્ણ બનાવવા માટે છોડમાં અનિવાર્ય તત્વ છે.