ચિલિટેડ જેવા શબ્દો વિવિધ કદ અને આકારોના ઓર્ગેનો મેટાલિક પરમાણુઓનો સંદર્ભ આપે છે જેમાં કાર્બનિક ભાગ ધાતુનાકણો (પોષક તત્ત્વો)ને માળખા જેવી રિંગમાં બાંધે છે. ઓર્ગેનિક ચેલેટીંગ એજન્ટને ”લિગાન્ડ” તરીકે ઓળખવામાં આવે છે(ઉદાહરણ ચિલિટેડ ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટિક એસિડ) જે નકારાત્મક રીતે ચાર્જ થાય છે અને હકારાત્મક રીતે ચાર્જકરાયેલા મેટલ કણો સાથે સહસંયોજક બોન્ડ બનાવે છે. આમ સુક્ષ્મ પોષકતત્ત્વો કે જેને ચીલેટ કરી શકાય છે તે છે Cu++,Fe++, Mn++, Mg++, Ca++ અને Zn++. લિગાન્ડ પોષક કણોને તેની પકડમાં રાખે છે. પદાર્થ (પોષક કણો) એટલાલાંબા સમય સુધી પકડવામાં આવે છે જ્યાં સુધી પકડ પૂરતી ચુસ્ત હોય, એટલે કે બંધન પૂરતા પ્રમાણમાં મજબૂત હોય પરંતુપકડ ઢીલી થતાં જ તેને મુક્ત કરી શકાય. આમ એક લિગાન્ડ બાંધી શકે છે તેમજ સૂક્ષ્મ પોષક કણોને મુક્ત કરી શકે છે.